નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1147 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 35,043 પર પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 8889 લોકોનો સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 25,007 કેસ એક્ટિવ છે.
મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 10,498 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 459 લોકોના મૃત્યુ થયા છે.
અંદમાન નિકોબારમાં 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1403 કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત નિપજ્યા છે.
અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.
આ ઉપરાંત જો અસમની વાત કરવામાં આવે તો 42 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
બિહારમાં કોરોનાના 403 કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે.
ચંદીગઢમાં 56 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.
છતીસગઢમાં જો વાત કરવામાં આવે તો 38 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.
ગોવામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય્ છે.