ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના LIVE: દેશમાં 24 કલાકમાં 1035 નવા કેસ, 40ના મોત - કોવિડ 19 ટ્રેકર

કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મૃત્યુ થયા છે. દેશભરમાં કુલ 7447 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 6565 લોકોની સારવાર ચાલી રહી છે અને 642 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જ્યારે 239 લોકોના મોત થયા છે.

Etv Bharat, Gujarati News, COVID-19 India tracker
COVID-19 India tracker

By

Published : Apr 11, 2020, 10:28 AM IST

ઓડિશામાં દર્દીઓની સંખ્યા 50 થઇ

ઓડિશાના સ્વાસ્થય વિભાગે જાણકારી આપી છે કે, રાજ્યમાં વધુ બે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 50 થઇ છે. જેમાં એક દર્દીનું મોત થયું છે અને 12 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે.

ઔરંગાબાદમાં વધુ બે સંક્રમિત

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વધુ બે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જિલ્લામાં કુલ 20 લોકો સંક્રમિત છે. જેમાંથી એકનું મોત થયું છે અને એકને હોસ્પિટલમાંથી રજા મળી છે. સિવિલ સર્જન ડૉ. સુંદરે આ અંગે જાણકારી આપી હતી.

આગ્રામાં કુલ 92 રોગી

ઉત્તર પ્રદેશના આગ્રાથી કોરોના વાઇરસના વધુ બે નવા કેસ સામે આવ્યા છે. જિલ્લામાં સંક્રમિતોની કુલ સંખ્યા 92 થઇ છે. જેમાંથી 81ની સારવાર ચાલી રહી છે. જિલ્લા અધિકારી પ્રભુ એન સિંહે જાણકારી આપી છે.

ઝારખંડમાં વધુ ત્રણ સંક્રમિત

ઝારખંડના સ્વાસ્થય સચિવ નિતિન મદન કુલકર્ણીએ જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં વધુ ત્રણ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 17 થઇ છે.

24 કલાકમાં આવ્યા 1035 નવા કેસ

COVID-19 India tracker

કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મૃત્યું થયા છે. દેશભરમાં કુલ 7447 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 6565 લોકોની સારવાર ચાલી રહી છે અને 642 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જ્યારે 239 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં 25 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 3 તથા ગુજરાત અને ઝારખંડમાં 1-1 લોકોના મોત થયા છે.

અત્યાર સુધી સૌથી વધુ 97 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદ ગુજરાતમાં 17, મધ્ય પ્રદેશમાં 16 અને દિલ્હીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પંજાબ અને તમિલનાડૂમાં 8-8 લોકોના મોત થયા છે, જ્યારે તેલંગાણામાં સાત લોકોના મૃત્યુ થયા છે.

પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં પાંચ-પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી ચાર-ચાર લોકોના મોત થયા છે જ્યારે હરિયાણા તથા રાજસ્થાનમાં 3-3 લોકોના મોત થયા છે.

સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, કેરળમાં બે લોકોના મોત, બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડિશા તથા ઝારખંડમાં એક વ્યક્તિનું મોત થયું છે.

મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં સંક્રમણની સૌથી વધુ 1364 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જે બાદ તમિલનાડૂથી 834 અને દિલ્હીથી 720 કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત અંડમાન અને નિકોબારમાં 11 કેસ સામે આવ્યા છે, જ્યારે છત્તીસગઢમાં 10 લોકો સંક્રમિત થયા છે.

જ્યારે ગોવામાં સાત નવા કેસ સામે આવ્યા છે. જે બાદ પુડૂચેરીમાં પાંચ કેસ, મણિપુરમાં બે, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશાં એક-એક કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details