ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના કહેર : દેશમાં 4421 લોકો સંક્રમિત, 114ના મોત - સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4421 પર પહોંચી છે. જ્યારે 114 લોકોના મોત નિપજ્યા છે. સરકારના જણાવ્યાં અનુસાર 326 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.

કોરોના કહેર : દેશમાં 4421 લોકો સંક્રમિત, 114ના મોત
કોરોના કહેર : દેશમાં 4421 લોકો સંક્રમિત, 114ના મોત

By

Published : Apr 7, 2020, 11:35 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4421 પર પહોંચી છે. જ્યારે 114 લોકોના મોત નિપજ્યા છે. સરકારના જણાવ્યાં અનુસાર 326 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.

ગ્રાફ

કોરોના વાઇરસથી મૃતકો અને સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. દેશમાં હાલની પરિસ્થિતિને જોતા વડાપ્રધાન, પ્રધાનો અને સાંસદોના પગાર ધોરણમાં પણ એક વર્ષ સુધી 30 ટકાનો કપાત કર્યો છે.

સરકારના જણાવ્યાં અનુસાર આ મહત્વનો નિર્ણય વડાપ્રધાન, પ્રધાન અને સાંસદોએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો હતો. જેના પર કેબિનેટ મ્હોર લગાવી હતી.

રાજ્યોમાં કોરોનાનો કહેર

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વધારે ચાર દર્દીના કોરોના વાઇરસથી મોત નિપજ્યા છે. જેને સોમવારે જાહેર કર્યા હતા. જેના પગલે આ મહામારી વચ્ચે મોતનો આંકડો 18 પર પહોંચ્યો છે.

શાસકીય મહાત્માં ગાંધી સ્મૃતિ ચિકિત્સા મહાવિદ્યાલયના એક અધિકારીના જણાવ્યાં અનુસાર એક મહિલા અને ત્રણ પુરૂષે છેલ્લા 5 દિવસમાં શહેરના અલગ અલગ હોસ્પિટલોમા મોત નિપજ્યા હતા.

તેલંગણામાં સોમવારે કોવિડ-19ના 30 નવા કેસ સામે આવ્યા હતા, ત્યારબાદ કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 308 પર પહોંચી છે. જે સમગ્ર માહિતી અધિકારીઓએ આપી હતી. આ ઉપરાંત 12 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે અને 11 લોકોના મોત પણ નિપજ્યા છે.

બીજી બાજુ કોરોના વાઇરસની ઝપેટમાં ત્રિપુરા પણ બચી શક્યુ નથી અને સોમવારે રાજ્યમાં પહેલા કેસની જાહેરાત કરી હતી. જેમાં 44 વર્ષની મહિલા હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે મુખ્ય પ્રધાને લોકોને ન ગભરાવવા અપીલ કરી હતી અને કહ્યું કે સરકાર લોકોની દેખરેખ કરી રહી છે.

મહારાષ્ટ્ર દેશમાં ટોંચ પર છે. જેમાં કુલ 748 લોકો સંક્રમિત છે. શહેરમાં રવિવારે 104 કેસ નોંધાયા હતા. આ વચ્ચે કુલ 30 લોકોના મોત પણ નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કુલ 278 કેસ સામે આવ્યા છે. જેમાં સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર 94 લોકો તબલીઘી જમાત સાથે જોડાયેલા છે.

કોરોનાના કહેર વચ્ચે પરિસ્થિતિને જોતા અત્યાર સુધીમાં તબલીઘી જમાત સાથે જોડાયેલા કેસમાંથી 1302 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 1000 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details