ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: દેશમાં 1024 લોકો કોરોના સંક્રમિત, 27ના મોત નિપજ્યા - કોરોના વાઇરસ ઇફેક્ટ

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 29 માર્ચે રાત્રે આઠ કલાકે (IST) જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 1024 લોકોમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણનો ઇલાજ કરી રહેલા 96 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Etv Bharat, GUjarati News, Corona Virus Update, Covid 19
corona virus

By

Published : Mar 30, 2020, 8:02 AM IST

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણથી 27 લોકોના મોત થયા છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના 1024 કેસ સામે આવ્યા છે.

29 માર્ચે, રાત્રે આઠ કલાક સુધીના આંકડા અનુસાર કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1024 થઇ છે. જ્યારે 96 દર્દીઓને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Etv Bharat, GUjarati News, Corona Virus Update, Covid 19

મહત્વનું છે કે, કોરોના સંક્રમણનો સૌથી વધુ પ્રભાવ મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળી રહ્યો છે.

વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલતા રહે છે, કારણ કે, સ્વાસ્થય મંત્રાલય અલગ-અલગ રાજ્યો અને વિસ્તારોના કેસની પુષ્ટિ થયા બાદ જ અંતિમ આંકડાઓ જાહેર કરે છે.

ABOUT THE AUTHOR

...view details