હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઈરસ COVID-19 સંક્રમણના 28,732 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,724 નવા કેસ સામે આવ્યા છે અને 648 લોકોના મોત થયા છે.
કોરોના કહેર, દેશભરમાં 11.92 લાખથી વધુ લોકો સંક્રમિત, જાણો રાજ્યના આંકડા - COVID19news
ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ વિભાગે 22 જુલાઈ સુધીમાં કુલ 11.92 લાખથી વધુ લોકોમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. 7.5 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
india-tracker
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 11,92,915 સુધી પહોંચી છે. જેમાંથી 4.,11,113 એક્ટિવ કેસ છે. 7,53,050 કોરોના સંક્રમિત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 28,732 લોકોના મોત થઈ છે.
કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થય મંત્રાલય મુજબ કોરોનાથી સ્વસ્થ થયાનો દર 62.72 ટકા છે.આપને જણાવી દઈએ કે, કોરોના નો આંકડો સતત વધી રહ્યો છે.