ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM અમરિન્દર સિંહે પરપ્રાંતિયોની સલામતી અંગે નીતિશ કુમાર સાથે કરી ચર્ચા - લોકડાઉન

લોકડાઉનના કારણે દેશના વિવિધ ક્ષેત્રોમાં ફસાયેલા પરપ્રાંતિયો અંગે પંજાબના મુખ્યપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કામદારોની સલામતી વિશેની ચર્ચા કરવા તેમણે બિહારના વડા નીતિશ કુમાર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.

Amarinder Singh
Amarinder Singh

By

Published : Apr 1, 2020, 10:39 AM IST

નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહે મંગળવારે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે દેશવ્યાપી લોકડાઉનને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય કામદારોની સલામતી અંગે ચર્ચા કરી હતી.

આ ટેલિફોનિક ચર્ચા દરમિયાન સિંહે નીતિશ કુમારને બિહારના પરપ્રાંતિય મજૂરોની પંજાબમાં દેખરેખ રાખવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત સિંહે બિહાર સરકારને પણ સ્થળાંતરિત કામદારોના પરિવારની સંભાળ રાખવા પણ વિનંતી કરી હતી.

નોંધનીય છે કે, લોકડાઉન પરિસ્થિતિ વચ્ચે સિંઘ પોતે બેઘર સ્થળાંતર કામદારો માટેની તમામ વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે.

સિંહે વહીવટીતંત્રને સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે લોકો આરોગ્ય સલાહકારીઓની મદદ લઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details