કટિહાર (બિહાર): જ્યારે દરેક લોકો દેશને કોરોના વાઈરસ રોગચાળો સામે લડવામાં મદદ કરવા માટેે પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે ચોથા ધોરણની વિદ્યાર્થી પલકે PM કેર ફંડમાં પોતાની પિગી બેંક બચત દાનમાં આપી હતી. તેણે પોલીસ અધિકારીઓની હાજરીમાં પૈસા એસબીઆઇ બેંકના બ્રાંચ મેનેજરને સોંપી દીધા હતાં.
કોરોના મદદઃ 10 વર્ષીય બાળકીએ પિગી બેંકની બચત PM ફંડને આપી
કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેના એક 10 વર્ષની બાળકીએ પિગી બેંક બચતને PM કેર ફંડમાં દાન આપી છે. તેણે પોલીસ અધિકારીઓની હાજરીમાં પૈસા એસબીઆઇ બેંકના બ્રાંચ મેનેજરને સોંપ્યાં હતા.
પલક પોતાના પિતા દિપક શર્મા જે બિહારના કટિહાર જિલ્લાના મણિહારી બજારમાં રહે છે, તેઓને હંમેશા બાળપણથી જ સમાજસેવામાં રસ હતો. પલક હંમેશાં તેના જન્મદિવસ પર જરૂરિયાતમંદોને તેની બચત દાન કરતી આવી છે. પલક છેલ્લા ઘણા મહિનાથી પૈસા બચાવતી રહી હતી. પલકને PM કેર ફંડમાં વિવિધ માધ્યમો દ્વારા દાન કરવાની અપીલ વિશે જાણ થઈ ગયા પછી, તેણે કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે પીએમ કેર ફંડમાં પોતાની બચત દાન કરવાનું નક્કી કર્યુ હતું.
પલક તેના પરિવારના સભ્યો સાથે મણિહારી સબડિવિઝન પોલીસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તેની પિગી બેંકમાં જમા કરાયેલા પૈસા સોંપી દીધા હતા. પોલીસે તાત્કાલિક મણીહારી એસબીઆઈના મેનેજર અભિષેક કુમારને ફોન કર્યો હતો અને 409 રૂપિયાની રકમ તેની સામે મેનેજરને આપી દીધી હતી.