ગુજરાત

gujarat

ETV Bharat / bharat

FDA દ્વારા N95 રેસ્પીરેટર્સને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાની પરવાનગી આપવામાં આવી

હાલ દુનિયાભરના દેશો કોરોના વાઈરસની મહામારી સામે લડત આપી રહ્યા છે ત્યારે યુએસ ફુડ એન્ડ ડ્રગે એક ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન આપ્યુ છે જેનાથી આશરે દરરોજ આશરે ચાર મીલિયન N95 રેસ્પીરેટરને શુદ્ધ કરવાની પરવાનગી આપવામાં આવી છે. હેલ્થ વર્કર હોસ્પીટલમાં આ N95 રેસ્પીરેટરનો ઉપયોગ કરી શકશે.

By

Published : Apr 15, 2020, 12:16 AM IST

coronavirus news
coronavirus news


હૈદરાબાદ: યુએસ ફુડ એન્ડ ડ્રગ દ્વારા સ્ટેરીલાઇઝેશન સીસ્ટમને મજૂરી આપવામાં આવી છે કે તેઓ દરરોજ ચાર મીલિયન N95 અને N95ની સમકક્ષ રેસ્પીરેટરને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગ કરવા માટે તેને તૈયાર કરી શકે. આ શુદ્ધ કરેલા રેસ્પીરેટરનો ઉપયોગ હેલ્થકેર વર્કર હોસ્પીટલમાં કરી શકશે.

FDAના કમીશનર સ્ટીફન હાનના કહેવા પ્રમાણે, “અમારા હેલ્થકેર વર્કર આ મહામારી સામે લડી રહેલા હીરોમાંના એક છે. અને અમારી ફરજ છે કે અમે તેમને સર્વોચ્ચ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ. અમારા આ નિર્ણયથી ફ્રન્ટ લાઇન પર કામ કરી રહેલા અમારા હેલ્થ કેર વર્કરને અમે રેસ્પીરેટર પુરા પાડીને તેમને Covid-19થી બચાવી શકીશુ”

આ સ્ટેરીલાઇઝેશન સીસ્ટમથી હેલ્થ કેર વર્કર્સ દ્વારા પહેરવામાં આવતા માસ્કની અછતનો સામનો કરવામાં મદદ મળશે.

એફડીએ દ્વારા ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન આપવામાં આવ્યું છે જેમાં આ રેસ્પીરેટર્સને સ્ટેરીલાઇઝ કરવા માટે વેપરાઇઝ્ડ હાઇડ્રોજન પેરોક્સાઇડ ગેસ પ્લાઝમા સ્ટેરીલાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવે છે.

નોંધનીય છે કે FDA, યુએસના હેલ્થ એન્ડ હ્યુમન સર્વીસીઝ ડીપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે છે જે જાહેર આરોગ્યને જાળવવા માટે હ્યુમન અને વેટરનરી ડ્રગ્ઝ, રસી, મેડીકલના સાધનો અને અન્ય કેટલાક માનવોના વપરાશ માટેના ઉત્પાદનોને ચકાસીને તેની અસરકારકતા અને તેની સલામતીના ધોરણો નક્કી કરે છે.

ABOUT THE AUTHOR

...view details