હૈદરાબાદ: એશીયન બેંક દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે કોરોના વાયરસના પરીણામે વૈશ્વિક અર્થતંત્રને 5.8 ટ્રીલિયન ડોલરથી 8.8 ટ્રીલિયન ડોલર સુધીનુ નુકસાન પહોંચી શકે છે. આ નુકસાન ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDP) ના 6.4% થી 9.7% હોઈ શકે છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એશીયા અને પેસીફીકમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળા દરમીયાન 1.1 ટ્રીલીયન ડોલરનુ જ્યારે છ મહિનાના લાંબા ગાળા દરમીયાન 2.5 ટ્રીલિયન ડોલરનુ નુકસાન થઈ શકે છે કારણકે આ એવા દેશો છે જ્યાં વૈશ્વીક ઉત્પાદનમાં 30% જેટલો ઘટાડો નોંધાયો છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે પીપલ્સ રીપબ્લીક ઓફ ચાઇના (PRC)ને 1.1 થી 1.6 ટ્રીલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. 3 એપ્રિલે પ્રસીદ્ધ થયેલા એશીયાન ડેવલપમેન્ટ આઉટલુક (ADO) 2020 માં આપવામાં આવેલા તારણો મુજબ Covid-19ને કારણે વૈશ્વિક અર્થતંત્રને 2.0 ટ્રીલિયન ડોલરથી 4.1 ટ્રીલિયન ડોલરનુ નુકસાન જઈ શકે છે.
ADBના કહેવા પ્રમાણે વિશ્વભરના દેશોની સરકારો મહામારીની અસર સામે પ્રતિક્રીયા આપવામાં, આર્થિક વળતર ચુકવવામાં, આરોગ્ય બાબતે ખર્ચ કરવામાં તેમજ લોકોની આવક અને આર્થીક વ્યવહારોમાં થયેલા નુકસાનને સીધી રીતે ભરપાઈ કરવા માટે ખુબ ઝડપથી પગલા લઈ રહી છે.
સરકાર તરફથી કરવામાં આવી રહેલા સતત પ્રયત્નોને કારણે Covid-19ની અર્થતંત્ર પર થઈ રહેલી અસરોમાં 30 થી 40% નો ઘટાડો થઈ શકે છે. તેનાથી મહામારીને કારણે થનારા વૈશ્વીક આર્થિક નુકસાનમાં 4.1 ટ્રીલિયનથી 5.4 ટ્રીલિયન ડોલરનો ઘટાડો થઈ શકે છે.
ગ્લોબલ ટ્રેડ એનાલીસીસ પ્રોજેક્ટ અને કમ્પ્યુટેબલ જનરલ ઇક્વીલીબીયમ મોડેલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં ચાર મીલિયન Covid-19 કેસની સાથે મહામારીને કારણે અસરગ્રસ્ત થયેલા 96% અર્થતંત્રનો સમાવેશ થાય છે.
પર્યટન ક્ષેત્રને થયેલા નુકસાનની સાથે સાથે વપરાશ, રોકાણ અને વેપાર તેમજ ઉત્પાદનના જોડાણોને પણ ADO 2020ના અનુમાનમાં આવરી લેવામાં આવ્યા છે. નવા અહેવાલમાં પરીવહનને કારણે કીંમતમાં વધારો, પર્યટન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝ, સપ્લાઇમાં પડતા વિક્ષેપોના કારણે રોકાણ અને તેના પરીણામોને અસર કરતા પરીબળો તેમજ સરકારની નીતિઓ સામેનો પ્રતિસાદ Covid-19ની વેશ્વિક અસરને ઓછી કરે છે.
ADBના ચીફ ઇકોનોમીસ્ટ યુસુયુકી સ્વાદાના કહેવા પ્રમાણે, “આ અહેવાલ Covid-19ના સંભવિત આર્થિક પ્રભાવનુ વિસ્તૃત ચીત્ર રજૂ કરે છે.”
“તે અર્થતંત્રને થતા નુકસાનને ઓછુ કરવા માટે રોકાણકારો કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમીકા ભજવી શકે તેના પર પણ પ્રકાશ પાડે છે. આ તારણો સરકારને પણ મહામારીની લોકો અને અર્થતંત્ર પર પડનારી અસરને ઓછી કરવા માટે એક માર્ગદર્શિકા તરીકે મદદરૂપ થઈ શકે છે.”
ADBનો Covid-19 નીતિ વિષયક ડેટા મહામારીને માત આપવા માટે ADBના સભ્યો દ્વારા જે ચાવીરૂપ પગલા લેવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપે છે.
લાંબા અને ટૂંકા કન્ટેઇનમેન્ટ દ્રશ્યોની વચ્ચે આ અહેવાલોમાં નોંધવામાં આવ્યુ છે કે સરહદો સીલ કરી દેવામાં આવી છે, પર્યટન પર પ્રતિબંધ છે અને લોકડાઉન છે તેવામાં Covid-19ને કારણે વૈશ્વિક વેપારમાં 1.7 ટ્રીલિયન ડોલરથી 2.6 ટ્રીલિયન ડોલર સુધીનો ઘટાડો નોંધાશે.
વિશ્વમાં બેરોજગારીની સંખ્યા વધશે. વિશ્વમાં 158 મીલિયનથી 242 મીલિયન નોકરીઓ જશે જેમાં એશીયા અને પેસીફિકમાં મળીને કુલ 70 નોકરીઓ જવાની સંભાવના છે. વિશ્વભરમાં મજૂરીની આવક 1.2 ટ્રીલિયનથી લઈને 1.8 ટ્રીલિયન ડોલર સુધી ઘટવાની સંભાવના છે જેમાં 30% જેટલી અસર 359 બીલિયનથી 550 બીલિયન ડોલરનુ અર્થતંત્ર ધરાવતા દેશોને પહોંચશે.
વધુ મુશ્કેલ અને લાંબા ગાળાના નુકસાનને ટાળવા માટે આરોગ્ય માટે ખર્ચ અને હેલ્થ સીસ્ટમને મજબૂત કરવા ઉપરાંત મજબૂત આવક અને રોજગારીની સલામતી આપવા માટે પ્રયત્નો કરવા પડશે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, સપ્લાઇ ચેઈનમાં પડી રહેલા વિક્ષેપો પર સરકારે ધ્યાન આપવુ પડશે. માલ-સામાનની વહેચણી માટે ઇ-કોમર્સને વેગ આપીને તેને વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવુ પડશે, કામટલાઉ સામાજીક સુરક્ષાના પગલા લેવા પડશે, બેરોજગારીને ઘટાડવી પડશે તેમજ વપરાશના તીવ્ર ઘટાડાને રોકવા માટે આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને ખાદ્યપદાર્થોની યોગ્ય વહેંચણી કરવી પડશે.
પરીસ્થીતિ ઝડપથી બદલી રહી હોવાથી ADB તેના અસેસમેન્ટમાં ફેરફારો કરીને તેને સતત અપડેટ કરશે.
ADB એ કહ્યુ હતુ કે તે સક્રીયપણે તેના સભ્યોને મદદ કરી રહ્યુ છે કારણકે તેઓ 13 એપ્રિલના રોજ જાહેર થયેલા 20 બીલિયન ડોલરના રીસ્પોન્સ પેકેજ તરીકે Covid-19ની અસરોને પહોંચી વળવા માટે કામ કરી રહ્યા છે. આ આર્થિક વિતરણ અને સહાયને વધુ સરળ બનાવવા માટે બેંકે તેની કામગીરીને સુવ્યવસ્થીત બનાવવા માટે કેટલાક પગલાઓને મંજૂરી આપી છે.