ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19: DUSU પીએમ-કેર્સ ફંડમાં કરશે 1 લાખનું દાન - યુનિવર્સિટી

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયને કોરોના વાઈરસ સામે લડવા માટે પીએમ-કેર્સ ફંડમાં 1 લાખ રૂપિયા દાન આપવાનું વચન આપ્યું છે. એક બેઠકમાં વિદ્યાર્થી સંગઠને લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી હતી.

Delhi University Students Union
DUSUએ પીએમ-કેરસ ફંડમાં કર્યું 1 લાખ રૂપિયાનું દાન

By

Published : Apr 13, 2020, 9:01 AM IST

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (DUSU)એ કોરોના વાઈરસ સામે લડવા માટે પીએમ-કેર્સ ફંડમાં 1 લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી સંગઠને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજી હતી અને લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.

પરિષદે સેમેસ્ટર પરીક્ષાઓ, યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા, મૂલ્યાંકન, અભ્યાસક્રમ સુધારણા અને સમીક્ષા સમિતિ અંગેના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે DUSUના પદાધિકારી, ત્રણ કારોબારી કાઉન્સિલ સભ્યો અને ચાર કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ સહિત 7 પ્રતિનિધિઓ ધરાવતી પ્રત્યેક 5 સમિતિઓ બનાવવાનો નિર્ણય કર્યો છે.

કાઉન્સિલે COVID-19 રોગચાળો ફાટી નીકળવા સામે લડવા માટે સંઘના વાર્ષિક ભંડોળમાંથી પીએમ-કેર્સ ફંડ માટે 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

DUSUએ તમામ સંલગ્ન કોલેજ યુનિયનો અને તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થી પ્રતિનિધિઓને પીએમ-કેર્સ ફંડમાં ફાળો આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details