હૈદરાબાદ: એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે કોવિડ -19ને કારણે હોસ્પિટલ સેવાઓમાં વિક્ષેપના 12 અઠવાડિયાના ગાળાના આધારે, વિશ્વવ્યાપી 2.84 કરોડ વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ 2020માં રદ થવાની અથવા મુલતવી રાખવાની શકયતાઓ છે. બ્રિટિશ જર્નલ ઓફ સર્જરીમાં પ્રકાશિત થયેલ આ મોડેલિંગ અધ્યયન સૂચવે છે કે હોસ્પિટલ સેવાઓમાં વિક્ષેપના દરેક વધારાના અઠવાડિયામાં વધુ ૨4 લાખ શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવશે.
સંશોધનકારોએ જણાવ્યું છે કે વિશ્વવ્યાપી 72.3% શસ્ત્રક્રિયાઓ કોવીડ-19 સંબંધિત વિક્ષેપના ટોચના સમયગાળા દરમિયાન રદ કરવામાં આવશે. મોટાભાગની રદ કરાયેલ શસ્ત્રક્રિયાઓ કેન્સર વિનાની સ્થિતિ માટે હશે. ઓર્થોપેડિક પ્રક્રિયાઓ મોટાભાગે રદ કરવામાં આવશે 12 અઠવાડિયાના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં 63 લાખ ઓર્થોપેડિક શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવી છે . એવું પણ અનુમાન કરવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે ૨3 લાખ કેન્સર સર્જરી રદ કરવામાં આવશે અથવા મોકૂફ રાખવામાં આવશે.