ગુજરાત

gujarat

કોરોના વાયરસનો કહેર : દિલીપ કુમાર એકલાતામાં ગયા, કહ્યું સાયરા ધ્યાન રાખી રહી છેે

By

Published : Mar 17, 2020, 10:43 AM IST

કોરોના વાઇરસે વિશ્વ સાથએ દેશને પણ બાનમા લીધુ છે, ત્યારે તેના પગલે કોરોના વાઇરસથી બચવા બોલિવુડ પણ બાકાત રહ્યું નથી તેમ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે મોડી રાતે ટ્વીટ કરીને જણાવ્યું કે તે કોરોના વાયરસના ચેપથી બચવા માટે સંપૂર્ણપણે એકલતામાં જતા રહ્યા છે. તેમજ સાયરા તેમની સંપૂર્ણ સંભાળ લઈ રહી છે અને કોઈપણ પ્રકારનો ચેપ નજીક ન આવે તે માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

etv bharat
દિલીપ કુમાર એકલાતામાં ગયા

મુંબઇ : દુનિયા અને દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકો વાઇરસથી બચવા માટે અલગ- અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. છતાં પણ વાયરસના સકંજામાં આવનારા લોકોની સંખ્યામાં દીવસે ને દીવસે વધારો થતો જઇ રહ્યો છે.

દિલીપ કુમાર ટ્વીટ

કોરોના વાયરસના કારણે અભિનેતા દિલીપ કુમારે પોતાને એકલતામાં રાખવાનો નિર્ણય કર્યો છે. માંદગીના કારણે હેરાન રહેતા 97 વર્ષના અભિનેતા દિલીપ કુમારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

દિલીપ કુમાર ટ્વીટ

દિલીપ કુમારે જણાવ્યું હતું કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે સંપૂર્ણ એકલાતામાં જતો રહ્યો છુ અને સાયરા મારી કાળજી રાખી રહી છે. કોઇપણ પ્રકારના ઇન્ફેકશનથી બચવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે.

આ સાથે સાથે અભિનેતાએ તેમના ચાહકોને અપિલ કરી છે કે જેટલું બને તેટલું ઘરની અંદર રહી પોતાની અને બીજાની રક્ષા કરે. તેમજ કોરોના વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્રારા આપેલા માર્ગદશકોનું પાલન કરે.

ABOUT THE AUTHOR

...view details