નવી દિલ્હીઃ કોંગ્રેસના પ્રમુખ પદ તરીકેનો કાર્યકાર છોડ્યા પછી આજે પહેલી વાર રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતું કે, રાહુલ ગાંધીની પુનઃ એન્ટ્રીથી પાર્ટીને રાહત થઈ છે. કારણે કે, રાહુલ ગાંધી પાર્ટીના કામ કાજથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
રાહુલે આ મીટિંગમાં જણાવ્યુ હતું કે,'વાઈરસ ઉંમર લાયક વ્યક્તિને વહેલો શિકાર બનાવે છે. જેને ફેંફસા, ડાયાબિટીસ, હ્દય સંબધિત બિમારી છે તેમને વાઈરસનો ચેપ જલ્દી લાગે છે. દરેક રાજયની સરકારોએ આ વર્ગ માટે સ્પેશિયલ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.
રાહુલ ગાંધીએ ઉમેર્યુ હતું કે, ' કોવિડ-19ના ખતરા અંગે બે મહિના પહેલા અમે ધ્યાન દોર્યુ હતું. એક પણ દેશે તેમના દેશમાં શ્રમિકોની રહેવા, જમવાની સુવિધાની ગોઠવણ કર્યા વગર લોકડાઉનની જાહેરાત કરી નથી'
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કોરોનાના સંકટ અંગે 12 ફેબ્રુઆરીએ જ સરકારનું ધ્યાન દોરી અગમચેતીના પગલા ભરવાની માગ કરી હતી. જો કે તેમણે વડાપ્રધાનને પત્ર લખી 21 દિવસના લોકડાઉનના નિર્ણયને ટેકો આપ્યો હતો.