જીનિવા : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીન, ઇરાન અને ઇટલીમાં ક્હેર મચાવનાર કોરોના વાઇરસને બુધવારે મહામારી જાહેર કરી છે. જ્યારે આ તકે ભારત સરકારે તેને ધ્યાનમાં રાખી વિદેશમાંથી ભારત આવનારા લોકોના 15 એપ્રિલ સુધીમાં આવાગમન પર રોક લગાવી છે.
આ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધ્યક્ષ ટેડ્રોસ ગેબ્રેયેસસે જીનીવા ખાતે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ને હવે મહામારી કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઇરસને પગલે 63 કેસ પોઝીટીવ આવ્યા છે. આ વચ્ચે ભારતે વિદેશથી આવનારા લોકો પર 15 એપ્રિલ સુધી રોક લગાવી છે. આ મહત્વના નિર્ણય વચ્ચે રાજદૂત, સરકારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંધ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને કર્મચારીઓને તેમાંથી મુક્તી મળશે. આ નિર્ણય 13 માર્ચ 2020થી અમલી બનશે.
જણાવી દઇએ કે કોરોના વાઇરસના પગલે અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ 1,10,000 કેસ પોઝીટીવ આવ્યા છે અને 4000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના ક્હેર વચ્ચે ચીનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 80,000 કેસ સામે આવ્યા છે. કોરોના ક્હેરને પગલે તમામ દેશ તેના વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે.