ન્યૂઝ ડેસ્ક : નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મરકઝમાં વાર્ષિક અધિવશેનમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવ્યા હતા અને અત્યારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તેમાંથી આ જમાતના સભ્યોની સંખ્યા ઘણી વધારે છે.
કેટલા પ્રમાણમાં કેસો થયા તેનો ક્રમ રાજ્યો પ્રમાણે આ રીતનો છે: તામિલનાડુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્તાન, જમ્મુ અને કાશ્મીર, આસામ, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્રી, હિમાચલ પ્રદેશ, કેરળ, અરૂણાચલ પ્રદેશ અને ઝારખંડ. આરોગ્ય જમાતના લોકો સહકાર આપવા તૈયાર નથી. તેના કારણે આ આંકડો હજીય વધી શકે છે તેવું આરોગ્ય તંત્રનું માનવું છે.
તેના પરિણામે ભારતમાં ગુસ્સો જોવા મળ્યો અને ટીવી તથા સોશિયલ મીડિયા પર પક્ષપાતી સમાચારો જોવા મળ્યા, જેના કારણે જમાત વિરુદ્ધની એક પેટર્ન જોવા મળી. સાથે જ તે મુસ્લિમ વિરોધી ઝોક પણ લેવા લાગી હતી. સામાજિક-રાજકીય વિભાજનના માહોલ વચ્ચે કોરોના વાઇરસને જાણે ધાર્મિક ડીએનએ હોય તે રીતે જોવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં જાતભાતની વાતો ફેલાવા લાગી હતી, જેમાં આમ પણ ફેક ન્યૂઝ અને ધિક્કાર ફેલાવાનું કામ જ વધારે થાય છે. રાજકીય ચર્ચામાં એ વાતે જોર પકડ્યું છે કે ભાજપ અને આરએસએસે આવી આરોગ્યની કટોકટી વખતે કોમવાદી લાગણી ઉશ્કેરવાનું કામ કર્યું છે.
આવી સ્થિતિમાં કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ પોતાના પક્ષના નેતાઓને વિનંતી કરી કે Covid-19 રોગચાળાને “રાજકીય રંગ આપવાનું ટાળો’ અને ‘વિભાજન કે વિરોધો’ કરવાનું ટાળો તે રાહતદાયક વાત છે. 4 એપ્રિલે દિલ્હીમાં મળેલી બેઠકમાં ભાજપના નેતાઓને એવું જણાવાયું હતું કે “દેશનું નેતૃત્ત્વ કરવાની મોટી જવાબદારી આવી પડી છે. વાઇરસ અને બીમારીને કારણે દુનિયાભરના લોકો પર જોખમ ઊભું થયું છે, બધા જ ધર્મના લોકો પર, ત્યારે કોઈએ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા જોઈએ નહિ.”
તબલિગી જમાતના અગ્રણીઓ સામે આરોપો મૂકવા અને ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ ના કરવા વિશે ખાસ સૂચના અપાઇ હતી તેવું નેતાઓએ પત્રકારોને જણાવ્યું હતું. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે: “તબલિગીનો મામલો આવ્યો ત્યારે તેનો પુનરોચ્ચાર કરાયો હતો. સૂચના અપાઈ છે કે, આને કોમવાદી મુદ્દો ના બનાવવો. માત્ર લઘુમતી સમાજના નેતાઓ ટીપ્પણી કરવા માગતો હોય તો કરે. વાઇરસ સામેની લડતમાં આપણે એક થઈને રહેવાનું છે.”