મુંબઈ: શુક્રવારે મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ -19ના સંક્રમણની પુષ્ટિ થઇ છે. આજે વધુ 84 લોકોને આ સંક્રમણ લાગ્યું છે. કુલ કેસની સંખ્યા 1,145 પર પહોંચી છે.
ધારાવી પર કોરોનાનો વધતો ખતરો, 84 નવા કેસ, કુલ 1145 કેસ - Mumbai's Dharavi
શુક્રવારે મુંબઇની ઝૂંપડપટ્ટી ધારાવીમાં સંક્રમણની સંખ્યા વધીને 1,145 થઈ ગઈ છે, જેમાં કોવિડ -19ના વધુ 84 કેસની પુષ્ટિ થઇ છે.

બૃહમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ આ માહિતી આપી. જો કે, છેલ્લા 24 કલાકમાં કોઈ પણ દર્દીનું આ સંક્રમણથી મોત નીપજ્યું નથી. આ રોગને લીધે આ પ્રદેશમાં મૃત્યુઆંક 53 છે. તેમણે કહ્યું કે, 'બીએમસીએ આજે છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણથી મૃત્યુપામનારોઓની ઘોષણા આજે કરી હતી.' ધારાવીના માટુંગા મજૂર શિબિરમાં 14 મે સુધી સંક્રમણના સૌથી વધુ 108 કેસ મળી આવ્યા છે.
ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની ગીચ વસ્તીને કારણે અહીં કોરોના વાઇરસના ચેપને નિયંત્રિત કરવા અને અહીં સામાજિક અંતર માર્ગદર્શિકા અમલીકરણ કરાવવા BMC અને ખુદ મહારાષ્ટ્ર સરકાર માટે પણ એક મોટો પડકાર છે.