નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 30 હજાર નજીક પહોચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 1007 નવા કેસ સામે આવતા દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,943 થઈ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 3700 સેમ્પલના ટેસ્ટ થાય છે.
દિલ્હી કોરોના અપડેટ: સંક્રમિતોની સંખ્યા 30 હજાર નજીક પહોંચી, કુલ 874 લોકોના મોત થયા - nationalnews
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,943 પર પહોચી છે. છેલ્લા 24 કલાકમાં 1007 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 874 લોકોના મૃત્યુ થયા છે.
COVID-19 cases in Delhi
દિલ્હીમાં કોરોનાના કુલ 17,712 એક્ટિવ કેસ છે. એક્ટિવ દર્દીઓમાંથી 248 વેન્ટિલેટર પર છે. કુલ 512 વેન્ટિલેટરમાંથી 264 ખાલી છે. એક તરફ સંક્રમિતોની સંખ્યા રિકોર્ડ તોડી રહી છે, તો બીજી બાજુ કન્ટેનમેન્ટ ઝોનમાં સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીમાં કુલ 232 કન્ટેનમેન્ટ ઝોન છે. સેમ્પલની વાત કરવામાં આવે તો કુલ 3700 સેમ્પલ ટેસ્ટ કર્યા બાદ કુલ ટેસ્ટની સંખ્યા 2 લાખ 55 હજાર 615 થઈ છે.