ગુવાહાટી: આસામ સરકારે સોમવારે 72 લાખ લાખ પરિવારોને લાભ આપતા એક વિશેષ પેકેજની ઘોષણા કરી હતી. કારણ કે, લોકડાઉનના કારણે રાજ્યના મોટી સંખ્યામાં લોકો બેરોજગાર છે. તેઓ આર્થિક રીતે પડી ભાંગ્યા છે. એટલે આસામ સરકારે પરિવારોને આર્થિક મદદ પહોંચાડવાની પહેલ કરી છે.
COVID-19: આસામ સરકારે 72 લાખ પરિવારોના લાભ માટે વિશેષ પેકેજની કરી ઘોષણા - લોકડાઉન
લોકડાઉન વચ્ચે આસામ સરકારે 72 લાખ પરિવારોને લાભ આપતા એક વિશેષ પેકેજની જાહેરાત કરી છે. સાથે જ સરકારે એક બેઠકમાં નિર્ણય લીધો હતો કે, બાંધકામ, ચાના બગીચા અને ખેતીકામનું કામ 1 એપ્રિલથી શરૂ થશે. જો કે હજુ પણ લોકડાઉન અમલમાં રહેશે.

Assam govt
આ ઉપરાંત લોકોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારે એક બેઠકમાં નિર્ણય લીધો હતો કે, બાંધકામ, ચાના બગીચા અને ખેતીકામનું કામ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. પરંતુ લોકડાઉન અમલમાં રહેશે.
નોંધનીય છે કે, આસામ સરકારે 2.78 લાખ રજિસ્ટર્ડ બાંધકામ કામદારો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવતાં ન હોય તેવા તમામ પરિવારોને રૂ.1000ની સહાય કરવાની જાહેર કરી છે.