ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ -19: રજાથી પરત ફરેલા સેનાના જવાનો માટે 'કલર કોડ' જાહેર કર્યો - કલર કોડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી એ પહેલા સેનાના ઘણા જવાનોને રજા લઈને વતન આવ્યા હતાં. હવે તેઓ પાછા ફરજ પર ફર્યા બાદ ભારતીય સેનાએ તેના જવાનો માટે રંગ કોડ જાહેર કર્યો છે. તેમની વચ્ચે લીલો, પીળો અને લાલ રંગ પસંદ કરવામાં આવ્યો છે.

કોવિડ -19:  રજાથી પરત ફરેલા સેનાના જવાનો માટે 'કલર કોડ' જાહેર કર્યો
કોવિડ -19: રજાથી પરત ફરેલા સેનાના જવાનો માટે 'કલર કોડ' જાહેર કર્યો

By

Published : Apr 20, 2020, 8:26 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરતા પહેલા સેનાના ઘણા જવાનો રજા પર ગયા હતા. હવે તેઓ પાછા ફરજ પર ફર્યા બાદ ભારતીય સેનાએ તેના જવાનો માટે રંગ કોડ જારી કર્યો છે. તેમની વચ્ચે લીલો, પીળો અને લાલ રંગ પસંદ કરવામાં આવ્યો છે.

સેના દ્વારા પસંદ કરેલો લીલો રંગ તે કર્મચારીઓ માટે હશે, જેમની 14-દિવસીય કોરોન્ટાઈન પૂર્ણ થઈ ગયું છે.પીળો રંગ તે લોકો માટે છે કે જેમણે હજી 14-દિવસની કોરોન્ટાઈન અવધિ પૂર્ણ કરી નથી.લાલ રંગ તે કામદારો માટે હશે જેમનામાં કોવિડ-19 ના લક્ષણો છે અને તેમને ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને સૈન્યના આ જવાનોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે.

રજા/અસ્થાઇ ડ્યૂટી,અભ્યાસ કરીને પાછા ફરેલા બધા કર્મચારીઓને 'પીળો' રંગ કોડ આપવામાં આવશે. ઉપરાંત, તેઓને રિપોર્ટિંગ સ્ટેશન અથવા 14-દિવસના કોરોન્ટાઈન સમયગાળામાંથી પસાર થવું પડશે.

આ કર્મચારીઓને બાદમાં રિપોર્ટિંગ સ્ટેશનથી સૈન્ય વાહનો અથવા વિશેષ ટ્રેનો દ્વારા ડ્યુટી સ્ટેશન લઇ જવાશે. આ સમય દરમિયાન, જો કોઈ કાર્મી આ પ્રક્રિયામાંથી પસાર થવાથી બચી જાય છે તો તેઓને પણ પીળો રંગનો કોડ આપવામાં આવશે અને તેઓને 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details