હૈદરાબાદ: જ્યારે મોટા પ્રમાણાં લોકોના ભોજનની વાત હોય ત્યારે કોમ્યુનીટી કીચન એ ભારતમાં ખુબ જાણીતી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને ‘લંગર’ અથવા ‘ભંડારા’ તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ Covid-19ની સમસ્યા અને તેના પરીણામે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં પરીસ્થીતી અલગ છે.
અને આ પરીસ્થીતિમાં અલગ અલગ કોમ્યુનીટી કીચન, ખાસ કરીને ભારતના દક્ષિણમાં કેટલીક પબ્લીક કેન્ટીન હજારો ભુખ્યા અને જરૂરીયાતમંદ લોકોની મદદે આવી રહ્યા છે.
હૈદરાબાદની અન્નપુર્ણા કેન્ટીન
ભારતમાં હૈદરાબાદ એ એક એવી જગ્યા છે જ્યાં સૌપ્રથમ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા હતા. સમગ્ર હૈદરાબાદના શહેરી વિસ્તારમાં તેમજ ગ્રેટર હૈદરાબાદ મ્યુનીસીપલ એરીયામાં ગરીબોને ભોજન પુરૂ પાડતી આશરે 150 અન્નપુર્ણા કેન્ટીન આવેલી છે.
સામાન્ય દીવસોમાં અન્નપુર્ણા કેન્ટીન માત્ર પાંચ રૂપિયાની કીંમતમાં બપોરનું ભોજન આપતી હતી. પરંતુ હવે આ અન્નપુર્ણા કેન્ટીન ગરીબો અને ભુખ્યાઓ માટે અન્નદાતા સાબીત થઈ રહી છે આ કેન્ટીન હવે નિ:શુલ્ક ભોજન આપી રહી છે. 29 માર્ચથી આ કેન્ટીન સાંજનુ ભોજન પણ પુરૂ પાડી રહી છે.
GHMC (ગ્રેટર હૈદરાબાદ મ્યુનીસીપલ કોર્પોરેશન) દ્વારા સંચાલીત આ કેન્ટીન દરરોજ આશરે 40,000 લોકો સુધી ભોજન પહોંચાડે છે. આગળ પણ તેઓ વધુ લોકો સુધી ભોજન પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ ભુખ્યો ન રહેવો જોઈએ એ તેમનો ધ્યેય છે.
ચેન્નઈની અમ્મા કેન્ટીન
નવી દિલ્હીમાં કેટલાક લોકોએ કરેલી ધાર્મીક યાત્રાના પરીણામે, તમીલનાડુમાં હાલ Covid-19ના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે અમ્મા કેન્ટીન લોકોના વ્હારે આવી છે. ગરીબ, ભૂખ્યા અને પગપાળા હીજરત કરી રહેલા મજૂરો માટે અમ્મા કેન્ટીને માનવતા દેખાડી છે.
SHGs એટલે કે મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી અને મ્યુનીસીપલ કોર્પોરેશનની નીગરાની હેઠળ ચાલતી આ કેન્ટીન હાલ સમયની માંગને પહોંચી વળવા માટે આગળ આવી છે.
લોકડાઉનના કારણે અમ્મા કેન્ટીનના સંચાલકો માટે કોઈ ચોક્કસ પરીવહનની વ્યવસ્થા ન હોવા છતા અહીં કામ કરતી મહિલાઓ અને સ્વયંસેવકો પોતાના નીશ્રીત સમયે પોતાની ફરજ પર પહોંચી રહ્યા છે. મહામારી વચ્ચે આ મહિલાઓ સરકારની ગાઇડલાઈન મુજબ માસ્ક પહેરવુ, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, તેમના વચ્ચે અને ત્યાં ભોજન કરવા માટે આવતા લોકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ રાખવા જેવી તમામ બાબતોનું પાલન કરીને પણ ગરીબ લોકો માટે ભોજન તૈયાર કરીને મસીહા સાબીત થઈ રહ્યા છે.
અમ્મા કેન્ટીનમાં ઇડલી રૂ. 1માં આપવામાં આવે છે આ ઉપરાત કર્ડ રાઈસ 3 રૂપિયામાં, પોંગલ તેમજ બીજી કેટલીક વાનગી જેવી કે સાંભાર રાઈસ તેમજ લેમન રાઈસ 5 રૂપિયામાં આપવામાં આવે છે.
ચેન્નઈમાં આવેલુ પુર હોય, વર્ધા વાવાઝોડુ હોય કે પછી Covid-19નો લોકડાઉનનો સમય હોય, અમ્મા કેન્ટીન મુસીબતના દરેક સમયમાં મસીંહા સાબીત થઈ છે.