નવી દિલ્હી: કોરોના વાઈરસનું સંક્રમણ દેશભરમાં વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના 63,489 નવા કેસ નોંધાયા છે અને 944 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંકડો પોઝિટિવ કેસનો 25,89,682 પર પહોંચ્યો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,77,444 છે. આ સાથે 18,62,258 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 49,980 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક ધટી રહ્યો છે. અમેરિકામાં 23 દિવસની અંદર કોરોનાથી અંદાજે 50,000ના મોત થયા હતા. ભારતમાં 156 દિવસમાં 50,000ના અંદાજે મોત થયા છે. એક દિવસમાં 7.46 લાખથી વધુ કોવિડ-19 તપાસ કરાઈ હતી. કોરોના મહામારી વચ્ચે 15 ઓગસ્ટના 7,46,608 લોકોના કોવિડ-19ની તપાસ થઈ હતી. સ્વાસ્થય મંત્રાલય અનુસાર, 15 ઓગસ્ટ સુઘીમાં કુલ 2,93,09,703 લોકોની તપાસ કરાઈ છે.