નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કુલ આંકડો 23,29,639 થયો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,43,948 છે. આ સાથે 16,39,600 કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 46091 લોકોના મોત થયા છે.
- કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય
મહારાષ્ટ્ર: 4 ઓગ્સ્ટના સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં કોરોનાની કુલ સંખ્યા 5,35,601 થઈ છે. રાજ્ય કોરોના મોત મામલે પણ પ્રથમ સ્થાને છે. જ્યાં કોરોનાથી 18,306 મોત થઈ ચૂક્યા છે.
તમિલનાડુ: મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ કોરોના સંક્રમણ મામલે બીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,08,649 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 5,519ના મોત થયા છે.