નવી દિલ્હી : ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ ભારતીય સીરમ સંસ્થાને નવા ઉમેદવારોની ભરતી બંધ કરવાનો આદેશ આપ્યો છે. DCGIએ જણાવ્યું કે, સીરમ દવા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા બીજા દેશોમાં ઓક્સફોર્ડ કોવિડ-19નું પરીક્ષણ રોકી બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નવા ઉમેદવારોની ભરતી આગળના આદેશ સુધી બંધ કરવી જોઈએ.
ઑક્સફોર્ડ કોવિડ-19 રસી પરીક્ષણઃ DCGIએ ભરતી બંધ કરવા આદેશ આપ્યા
ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ ભારતીય સીરમ સંસ્થાને બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નવા ઉમેદવારોની ભરતી અટકાવવા નિર્દેશ આપ્યો છે. DCGIએ એસ્ટ્રાઝેનેકા દ્વારા અન્ય દેશોમાં રસી રોકવાની બાબતમાં જાણકારી ન આપવા બદલ 9 સપ્ટેમ્બરના રોજ એસઆઇઇને કારણદર્શક નોટીસ ફટકારી હતી.
ઓક્સફર્ડ કોવિડ -19 રસી પરીક્ષણ, ડીસીજીઆઈ આપ્યા ભરતી બંધ કરવા આદેશ
મહાનિયંત્રક ડૉ. વી.જી.સોમાનીએ શુક્રવારે એક આદેશમાં ભારતીય સીરમ સંસ્થાને કહ્યું કે, પરીક્ષણ દરમિયાન જે લોકોને રસી આપવામાં આવી છે. તે લોકોની સલામતી અને સુરક્ષા વધારો કરો.
સોમાનીએ કંપનીને એ પણ કહ્યું કે, તે ભવિષ્યમાં પરીક્ષણ માટે નવી ભરતી કરતા પહેલાં તેમના કાર્યાલયથી મંજૂરી માટે બ્રિટેન અને ભારતમાં ડેટા અને સલામતી મોનિટરિંગ બોર્ડ (DCGI)ની મંજૂરી જમા કરાવે.