આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. બુધવારે તેમણે અદાલતમાં હાજર થવાનું હતું. પરંતુ, વકીલોની હડતાલના કારણે તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયાં હતાં.
INX મીડિયા કેસઃ ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીની સમયમર્યાદા વધી
નવી દિલ્હીઃ દિલ્હીના રાઉજ એવન્યુ કોર્ટે આઈએનએક્સ મીડિયા મામલે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 27 નવેમ્બર સુધી વધારી દીધી છે.
rere
ગત 30 ઓક્ટોબરે કોર્ટે ચિદમ્બરમને 13 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતાં. ચિદમ્બરમે હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે, જેના આધારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.