ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આઈએનએક્સ મીડિયા કેસના કેટલાક દસ્તાવેજો સોંપવા કોર્ટેનો સીબીઆઈને આદેશ

દિલ્હી કોર્ટે સીબીઆઈને પી ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિને આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ચાર્જશીટ સાથે દાખલ કરેલા કેટલાક દસ્તાવેજો સોંપવા જણાવ્યું હતું.

આઈએનએક્સ મીડિયા કેસમાંથી કેટલાક દસ્તાવેજો સોંપવા કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યો
આઈએનએક્સ મીડિયા કેસમાંથી કેટલાક દસ્તાવેજો સોંપવા કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યો

By

Published : Feb 18, 2020, 5:20 PM IST

નવી દિલ્હી: દિલ્હી કોર્ટે મંગળવારે સી.બી.આઈ.ને પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ચાર્જશીટ સાથે દાખલ કરેલા કેટલાક દસ્તાવેજો સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

ન્યાયાધીશ અજયકુમાર કુહરે આઈએનએક્સ મીડિયામાં ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈને આ નિર્દેશ જારી કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ મની લોન્ડરિંગ કેસની પણ સુનાવણી કોર્ટ કરી રહી હતી.

ચિદમ્બરમ અદાલતમાં હાજર હતા

ચિદમ્બરમના નાણાં પ્રધાનના કાર્યકાળ દરમિયાન 2007માં આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવતા સીબીઆઇએ 15 મે, 2017ના રોજ કેસ નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details