ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના એક પરિવારે લગ્ન કંકોત્રીમાં છાપ્યો CAA સમર્થનનો સંદેશ, જુઓ વીડિયો - caa and nrc

મધ્યપ્રદેશના બેતુલમાં એક પરિવારે પોતાના દિકરાની લગ્ન કંકોત્રી પર CAA અને NRCના સમર્થનમાં સંદેશો છાપ્યો છે. આ લગ્ન કંકોત્રી અલગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે, લગ્ન પ્રસંગની સાથે-સાથે દેશભક્તિની ઝલક જોવા મળી રહી છે.

madhapradesh news in gujarati
madhapradesh news in gujarati

By

Published : Jan 27, 2020, 12:56 PM IST

મધ્યપ્રદેશ/ભોપાલઃ રાજ્યના બેતુલમાં દેશભક્તિની અનોખી મશાલ જોવા મળી છે. બેતુલના એક પરિવારે પોતાના દિકરાની લગ્ન કંકોત્રી પર CAA અને NRCને સર્મથન આપતો સંદેશો છાપવામાં આવ્યો છે. બેતુલના મુન્નાલાલ સાહૂના દિકરા પ્રકાશ ચંદ્ર શાહૂના આગામી 7 માર્ચના રોજ લગ્ન છે.

સરકાર દ્વારા CAA અને NRCને લગતો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેનો વિરોધ દેશના કેટલાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જેને લઇને CAA અને NRCને સમર્થન આપવા માટે મધ્યપ્રદેશના એક પરિવારે પોતાના દિકરાની લગ્નની કંકોત્રી પર WE SUPPORT NRC & CAAની સાથે વડાપ્રધાન મોદી અને સ્વચ્છતાનું પ્રતિક ગાંધીજીના ચશ્માને પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

બેતુલના આ પરિવારે લગ્ન કંકોત્રીમાં છાપ્યો CAAના સમર્થનનો સંદેશો

આ પરિવાર દ્વારા લગ્ન કંકોત્રી સગા-સંબંધીને વહેચવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કંકોત્રી પર CAA અને NRCને સર્મથનને લઇને સગા-સંબંધીઓ પણ તેમનો આભાર માની રહ્યા છે, લોકોનું કહેવું છે કે, કંકોત્રીમાં દેશહિતની ભાવના પ્રદર્શિત થઇ રહી છે.

વરરાજા પ્રકાશચંદ્રનું કહેવું છે કે, CAA અને NRCને લઇ જે લોકો વિરોધ કરી રહ્યા છે, તે વિરોધ ખોટો છે. એટલા માટે જ લગ્ન કંકોત્રીમાં આ અંગેનું સમર્થન કરતો સંદેશો આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details