જમ્મુ કાશ્મીર : દેશભરમાં કોરોના વાઇરસની દહેશતને જોતા જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યના પ્રમુખ તીર્થ સ્થળ વૈષ્ણોદેવી મંદિરની યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી આ સંબંધમાં બુધવારના આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય એ સમયે થયો જ્યારે 25 માર્ચથી દેશભરના હજારો શ્રદ્ધાળુ માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા છે.
કોરોના વાઇરસ : જમ્મુ કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, વૈષ્ણોદેવી યાત્રા થઇ રદ - covid 19
કોરોના વાઇરસના કારણે વૈષ્ણોદેવી યાત્રા થઇ રદ કરવામાં આવી છે. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યમાંથી આવનારી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 3 કેસ સામે આવ્યા છે, લદ્દાખમાં 8 કેસ સામે આવ્યા છે.
મળેલી જાણકારી અનુસાર નવરાત્રીના સમયે વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુ મંદિર પરિસરમાં આવે છે. ત્યારે લોકહિતને ધ્યાનમાં રાખીને યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત બીજા રાજ્યોથી આવનારી તમામ બસોને પણ રદ કરવામાં આવી છે.
શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર શ્રાઇન બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, "અત્યારે મંદિર સુધીના ટ્રેક પર યાત્રા કરનારા તમામ યાત્રીઓને થર્મલ તપાસ બાદ બાણ ગંગા ચેકપોસ્ટથી આગળ મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાવધાની રાખતા યાત્રા માર્ગ પર વર્તમાન શ્રાઇન બોર્ડની તમામ ડિસેમ્પેંસરીમાં તમામ વ્યવસ્થા કરી છે. યાત્રા સ્થગિત કર્યા બાદ નવરાત્રીમાં અહીં આવનારા પર્યટકોને થોડીક નિરાશા જરૂર થઈ શકે છે. આ ઉપરાંત નવરાત્રીના સમયે યાત્રા પર લાગેલા બેનથી રાજ્યની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ શકે છે."