ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસને લઈ દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, તમામ શાળા અને સિનેમાઘર 31 માર્ચ સુધી બંંધ - મામ શાળા અને સિનેમાઘરો 31 માર્ચ સુઘી બંંધ

કોરોના વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. હરિયાણા પછી કોરોનાને મહામારી જાહેર કરનારું દિલ્હી બીજું રાજ્ય છે.

કોરોના વાયરસને લઇ દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,તમામ શાળા અને સિનેમાઘરો 31 માર્ચ સુઘી બંંધ
કોરોના વાયરસને લઇ દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,તમામ શાળા અને સિનેમાઘરો 31 માર્ચ સુઘી બંંધ

By

Published : Mar 12, 2020, 7:05 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. હરિયાણા પછી કોરોનાને મહામારી જાહેર કરનારું દિલ્હી બીજું રાજ્ય છે.

ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ પણ દેશના દરેક વ્યક્તિના વિઝા રદ કરી દેવાયા છે. માત્ર ડિપ્લોમેટિક અને એમ્પોલયમેન્ટ વિઝાને છૂટ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ભારતીયોએ બિનજરૂરી વિદેશયાત્રા ન કરવી જોઈએ. ભારતમાં રહેતા તમામ વિદેશીઓના વિઝા કાયદેસરના જ રહેશે. વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને કારણે દિલ્હી સરકારે આ પગલા ભર્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 73 મામલા સામે આવી ચુક્યા છે. ગુરૂવારે ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રથી નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે ઈન્ડિનય પ્રીમિયર લીગ પર પણ સંકટના વાદળો છવાયા છે. આ વચ્ચે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશવાસીઓએ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. સરકાર તેને લઈને સતર્ક છે.

દિલ્હી સરકારના આ નિર્ણયથી ફિલ્મોની કમાણી પર પણ અસર પડશે. 13 માર્ચે ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ રિલીઝ થવાની છે. 20 મારચે સંદીપ અને પિંકી ફરાર રિલીઝ થવાની છે અને 24 માર્ચે અક્ષય કુમારની સૂર્યવંશી રિલીઝ થવાની છે, પરંતુ દિલ્હીમાં સિનેમાઘરોના બંધ થવાથી ફિલ્મોની કમાણી અને દર્શકોના મનોરંજન પર મોટી અસર પડશે.

ABOUT THE AUTHOR

...view details