ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ ટેલીકોમ કંપનીઓને પત્ર લખ્યો, ફ્રી મોબાઈલ સર્વિસની કરી અપીલ - priyanka gandhi writes letter

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટેલીકૉમ કંપનીઓને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, એક મહિના સુધી કૉલિંગ સુવિધા ફ્રી કરવામાં આવે. જેનાથી લૉકડાઉન દરમિયાન ફસાયેલા લોકોને તેમના પરિવારના લોકો વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં મદદ થશે.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Mar 29, 2020, 8:16 PM IST

નવી દિલ્હી : કોરોના મહામારીને લઈ ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી લોકોનો રોજગાર બંધ થયો છે. સરકારની સાથે વિપક્ષના લોકો પણ લૉકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા છે. આ તકે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટેલીકૉમ કંપનીઓને પત્ર લખ્યો છે. તેમજ એક મહિના સુધી ફ્રી કોલિંગની માગ કરી છે.

પ્રિયંકા ગાંધીએ મુકેશ અંબાણી (Jio), કુમાર મંગલમ બિરલા (Vodafone Idea), પીકે પુરવાર (BSNL) અને સુનીલ ભારતીય મિત્તલ (Airtel)ને પત્ર લખી ઈનકમિંગ અને આઉટગોઈગ કૉલ ફ્રી કરવાનો આગ્રહ કર્યો છે.

આ કંપનીઓને પ્રિયંકાએ અપીલ કરી કે, એક મહિના સુધી લોકોને ઈનકમિંગ અને આઉટગોઈગની સુવિધા ફ્રી આપવામાં આવે. આ સુવિધાથી દેશમાં ફસાયેલા લોકો તેમના પરિવાર સાથે વાત કરી શકે. પ્રિયંકાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ સમયમાં લોકોને મદદ કરવામાં આવશે કારણ કે તે રાષ્ટ્રીય ફરજ છે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના સંક્રમણ ફેલાવવાને રોકવા માટે સરકારે 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસના સંક્રમિત લોકોની સંખ્યા અંદાજે એક હજાર સુધી પહોચી છે. જ્યારે 25 લોકોના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details