ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીનો લખ્યો શી જિનપિંગને પત્ર, કોરોના વાયરસ મુદ્દે ભારતના સહયોગની કરી રજૂઆત - પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીએ ચીનમાં કોરોના વાયરસના કહેર મામલે ભારતના સહયોગની રજૂઆત કરી છે.

India China
મોદી જિનપિંગ

By

Published : Feb 10, 2020, 10:47 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીએ ચીનમાં કોરોના વાયરસના કહેર મામલે ભારતના સહયોગની રજૂઆત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને કારણે ચીનમાં થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત ચીનના હુબેઈ પ્રાંતમાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીએ ચીનની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે, ચીનના હુબેઈ પ્રાંતથી શરૂ થયેલા કોરોના વાયરસનો ચેપ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપને કારણે ચીનમાં 900 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 37 હજારથી વધુ લોકોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે.

ભારતમાં ત્રણ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. રવિવાર 9 ફેબ્રુઆરી સુધીમાં અમેરિકા, જાપાન સહિત વિશ્વના 25થી વધુ દેશોના 334 લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details