ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસ: મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાની કેન્દ્ર સરકારની જાહેરાત

દિલ્હીમાં કોરોના વાયરસથી એક મહિલાનું મોત થયું હતું. અહીં શુક્રવારે હોલ્પિટલમાં 68 વર્ષના વૃદ્ધ મહિલા દમ તોડ્યો હતો. ભારતમાં કુલ 2 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી 83 થઈ છે. જેમાં દિલ્હી અને કર્ણાટકમાં થયેલા બે વ્યક્તિઓના મોતના કેસ પણ સામેલ છે.

coronavirus
coronavirus

By

Published : Mar 14, 2020, 5:47 PM IST

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર મંડારાયેલો છે. ત્યારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના ચેપની મદદથી મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારજનોને કેન્દ્ર સરકાર આર્થિક મદદ કરશે. તેમાં દર્દીઓની દેખરેખ કરનાર લોકો પણ સામેલ છે.

કેન્દ્ર સરકાર કોરોના વાયરસને કારણે અવસાન પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે કોરોના વાયરસને આપતિજનક જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જેથી તમામ રાજ્ય સરકારો આ વાયરસ સામે લડવા માટે રાજ્ય આપદા પ્રતિક્રિયા કોષનો ઉપયોગ કરી શકે.

ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધતો નજર આવી રહ્યો છે અને તેનાથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે આ કોરોનાના પગલે કેન્દ્ર સરકારે રાહત આપવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રાલય અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત લોકોના મોત પર પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી 83 થઈ છે. જેમાં દિલ્હી અને કર્ણાટકમાં થયેલા બે વ્યક્તિઓના મોતના કેસ પણ સામેલ છે. સાઉદી અરબથી હાલમાં જ પરત ફરેલી કલબુર્ગીના 76 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું શુક્રવારે રાતે મનોહર લોહિયા હોસ્પિટલમાં મોત થયું હતું.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, મૃતક મહિલાનો પુત્ર વિદેશ પ્રવાસથી પરત ફર્યો હતો, ત્યારે તે કોરોના વાયરસની સંક્રમિત હતો. મહિલાનું મોત ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના કારણે થયું હતું. દિલ્હીમાં કોરોના વાયરસના 7 કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 22, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 3, ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં 7, લદાખમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં 17 કેસની પુષ્ટી થઈ છે.

મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, 83 મામલાની પુષ્ટી થઈ છે. જેમાં 17 વિદેશી નાગરિક સામેલ છે. જેમાંથી ઈટાલીના 16 પર્યટક અને કેનેડાનો એક નાગરિક છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ(WHO)એ કોવિડ-19 (કોરોના)ને એક મહામારી જાહેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details