મુંબઇ: મુંબઇમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 77 કેસ આવ્યા પછી શુક્રવારે કેસની સંખ્યા વધીને 2,120 થઈ ગઈ છે. બૃહધમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ જણાવ્યું હતું કે, મુંબઈમાં સંક્રમણથી હજી પાંચ લોકોના મોત નિપજ્યા છે. જેથી મૃત્યુઆંક વધીને 121 થઈ ગયો છે.
મુંબઈમાં કોરોનાના નવા 77 કેસ, કેસની કુલ સંખ્યા 2,120 પર પહોંચ્યી - કોરોના વાઇરસ લોકડાઉન
મુંબઈમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 77 કેસ નોંધાયા છે, ત્યાર બાદ શુક્રવારે કુલ કેસની સંખ્યા 2,120 થઈ ગઈ છે.
બીએમસીના જણાવ્યા પ્રમાણે, 37 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 239 થઈ ગઈ છે. એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસના શંકાસ્પદ 201 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
જો સમગ્ર દેશની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1076 નવા દર્દીઓ સામે આવ્યાં છે અને 32 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા દર્દીઓના આગમન પછી ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને 13 હજાર 835 થયા છે. આ કેસોમાંથી 11 હજાર 616 એકટીવ કેસ છે. 1766 લોકો કોરોના વાઇરસને હરાવી ચુકયા છે, જ્યારે 452 લોકોના મોત નિપજ્યા છે.