હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત પેકેજની જાહેરાત કરવાની સાથે જ લોકડાઉન 4 લાગુ કરાશે તેવી સ્પષ્ટતા કરી હતી. જો કે તેમણે લોકડાઉન 4 નવા રંગ રુપમાં લાગુ કરાશે તેવો સંકેત આપ્યો હતો.
સમગ્ર દેશમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવાયું આજરોજ કેન્દ્ર સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લોકડાઉન 4 માટે જાહેરનામું આપી દીધુ છે.
ઓથોરિટી દ્વારા આ પહેલા 24 માર્ચ, 14 એપ્રિલ, 1 મેના દિવસે તબક્કાવાર રીતે લોકડાઉન વધારવાના આદેશ આપ્યા હતાં. આ દરમિયાન તબક્કાવાર રીતે કેટલીક છુટછાટની પણ જાહેરાત કરાઈ હતી. એ જ રીતે આજે લોકડાઉન 4ની જાહેરાત થઈ છે. સરકાર દ્વારા લોકડાઉન 4 માટેની ગાઈડલાઈન પણ ટુંક સમયમાં જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર જાહેરાત કરે એના થોડા કલાકો પહેલા જ મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવી દીધું હતું. તેમજ તેલગાંણા સરકારે તો થોડા દિવસો અગાઉ જ રાજ્યમાં 29 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી હતી.