નવી દિલ્હી: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા 31 માર્ચ સુધી ટ્રેન સેવાઓ બંધ કરી છે. રદ કરવામાં આવેલી ટ્રેનમાં કોલકત્તા મેટ્રો, કોંકણ રેલવે, ઉપનગરીય ટ્રેનો પર રોક લગાવવામાં આવી છે, પરંતુ રવિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં ઉપનગરીય ટ્રેનો અને કોલકત્તા મેટ્રોની સેવાઓ શરૂ રહશે. રેલેવે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેના પ્રવાસીઓને રાહત આપવા માટે ટિકિટ કેન્સલ કરવા પર કોઇ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટિકિટના પૈસા પાછા આપી દેવામાં આવશે. 21 જૂન સુધી ટિકિટ કેન્સલના પૈસા આપી દેવાશે.