ગોવા: કોરોના વાઈરસ માટે પરીક્ષણ કરાયેલા લોકોની સંખ્યામાં વધારો કરવા માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ (Indian Council for Medical Research)ના માર્ગદર્શિકા મુજબ ગોવામાં મોર્ડન સેમ્પલ કલેકશન કિઓસ્કની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ આ બાબતે રવિવારે માહિતી આપી હતી.
કોરોના વાઈરસ: ગોવામાં મોર્ડન સેમ્પલ કલેકશન કિઓસ્ક સેટ કરાશે - ગોવા રાજ્ય
ગોવા રાજ્ય સરકાર કોવિડ-19 પરીક્ષણમાં વધારો કરવા માટે IMCR દ્વારા મોર્ડન સેમ્પલ કલેકશન કિઓસ્કનું સેટઅપ ઉભુ કરવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધી 2 કોવિડ-19ના પોઝિટિવ કેસ છે. આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, અમે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ ICMR માર્ગદર્શન હેઠળ મોર્ડન સેમ્પલ કલેકશન કિઓસ્ક સ્થાપના કરીશું. આવા કિઓસ્કની સ્થાપનાનું લક્ષ્ય કોરોના વાઈરસના પરીક્ષણની સંખ્યામાં વધારો કરવાનું છે.
રાણેએ આદેશ આપ્યો છે કે, લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા, નેત્રાવલી (સંગુઈમ), અગોંડા (કેનાકોના) અને થાણે (સત્તરી), પાલી (સંખાલિમ) અને કેરી (સાત્તર)માં 6 ગ્રામીણ દવાખાનાઓ ફરી ખોલવા જોઈએ.