નવી દિલ્હીઃ ચીનના વુહાન ખાતે માંસ બજારમાંથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAIએ સોમવારે કહ્યું કે, સંસ્થા દ્વારા દેશના કતલખાનોમાં સ્વચ્છતા લાવવા માટે પ્રયત્નો કર્યા છે. કતલખાનાઓમાં હલકી સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરતા FSSAIના CEO પવન અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી કતલાખાનાઓનું રેટિંગ અપાઈ રહ્યું છે અને સરકારી કતખાનાઓનું ઓડિટ પૂર્ણ થયું છે. હવે ખાનગી કતલખાનાઓનું થર્ડ પાર્ટી સેમ્પલ ઓડિટ ચાલી રહ્યું છે. જેમાંથી 550 જેટલા ખાનગી કતલખાનાઓનું ઓડિટ કરાયું છે.
કોરોના વાયરસઃ ભારતમાં 40 ટકા કતલખાના સ્વચ્છતાના માપદંડમાં નિષ્ફળ, FSSAIએ કર્યો મોટો આદેશ - ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAI
કોરોના વાયરસની દહેશતને લઈને Food Safety and Standards Authority of Indiaએ સોમવારે તમામ કતલખાનાઓમાં યોગ્ય સ્વચ્છતાના અમલીકરણ અંગે રાજ્ય સરકારોને એક પત્ર જાહેર કર્યો છે. Food Safety and Standards Authority of India આ દિશામાં પોતાના કામકાજને ઝડપી બનાવી રાજ્ય સરકારોને માંસ અને માછલીની દુકાનો તેમજ કતલખાનાઓને સ્વચ્છતા રેટિંગ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું છે.
CEO પવન અગ્રવાલે વધુમાં કહ્યું કે, "દેશમાં કોરોના વાયરસની કોઈ અસર નથી. જો કે, ચીનમાં ફેલાયેલા આ રોગને કારણે દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ છે. અમે માંસ અને માછલીના બજારોમાં સ્વચ્છતા અને સ્વચ્છતા કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમજ ગયા વર્ષે FSSAI દ્વારા કરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં 40 ટકા કતલખાનાઓ સ્વચ્છતાના માપદંડનેમાં નિષ્ફળ ગયા છે. આવા કતલખાનાઓ સ્વચ્છતા અને જંતુ નિયંત્રણ જેવા માપદંડને યોગ્ય નથી." પવન અગ્રવાલે કહ્યું કે, દેશના માછલી અને માંસ બજારોમાં સ્વચ્છતા યોગ્ય નથી, પરંતુ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ આગામી વર્ષોમાં સુધરશે.
ચીનના કોરોનાવાયરસ રોગચાળાથી મૃત્યુઆંક લગભગ 1170 પર પહોંચી ગયો છે, આ મોટે ભાગે સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતમાં છે અને આ વાયરસની 70,500 જેટલા લોકો પુષ્ટી થઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના હુબેઇ પ્રાંતમાં કોરોનાવાયરસ ફાટી નીકળ્યો હતો અને તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાયો હતો. જેના કારણે ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મોટી અમુક એરલાઈન્સોઓએ પણ ચીન જતી ફ્લાઇટ્સને સ્થગિત કરી દીધી છે.