નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્ય છે. દેશમાં હવે કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 12 હજારને વટાવી ગઈ છે. દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા 1578 થઈ છે.
કોરોના અપડેટ: દિલ્હીમાં બુધવારે 17 નવા કેસ નોંધાયા, 2ના મોત - દિલ્હીના કોરોના કેસમાં વધારો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોનાના વધુ 17 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ દિલ્હીમાં મૃત્યુઆંક વધીને 32 થઈ ગયો છે.
Corona update
બુધવારે દિલ્હીમાં 17 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે દિલ્હીમાં મૃત્યુઆંક વધીને 32 થઈ ગયો છે. જ્યારે કોરોનાના 10 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 40 દર્દીઓ સાજા થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 12380 પર પહોંચી ગઈ છે. દેશમાં મૃત્યુઆંક પણ 414 પર પહોંચી ગયો છે. આ પહેલાં બુધવારે દેશમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા.