બેંગલુરૂઃ કર્ણાટકના ગડક જિલ્લામાં કોરોના મહામારી બાદ લોકો પોતાને બદલવાનું વિચારી રહ્યાં છીએ. આ સંકટની ઘડીમાં ખોટા ખર્ચા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાંની દીશામાં કામ કરી રહ્યાં છે. ભારતમાં લોકો સૌથી વધુ ખર્ચ લગ્નમાં કરે છે, જેને તેઓ શાન સમજે છે. આ સાથે જ લગ્નમાં અધિક લોકોની હાજરીથી રોનક લાગે છે.
કોરોનાથી બદલાઈ જીવનશૈલીઃ લગ્નના ફાલતું ખર્ચાથી બચી રહ્યાં છે લોકો - કોરોના વાઈરસ અસર
કોરોના વાઈરસથી કર્ણાટકના ગામડાંઓમાં લોકોના વિચારો બદલાઈ રહ્યાં છે. હવે તેઓ લગ્ન જેવા પ્રસંગમાં વધારે ફાલતું ખર્ચ કરવાને બદલે સામાન્ય રીતે લગ્ન પ્રસંગ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની દિશા તરફ વળી રહ્યાંં છે.
ગડક જિલ્લાના નારગંડા તાલુકા આસપાસના ગામડાનાં પરિવારો હવે લગ્ન પર થતાં ફાલતુ ખર્ચા ટાળવાનું વિચારી રહ્યાં છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો રાત્રે સાધારણ રીતે લગ્ન કરી રહ્યાં છે. આમ કરવાથી તેઓ ખુદને સુરક્ષિત રાખી રહ્યાં હોવાનું માની રહ્યાં છીએ. રાજ્ય સરકાર દ્વારા જારી થયેલા નિયમોને આધીન લોકડાઉન 4 માં લોકો લગ્ન પ્રસંગ કરી શકશે, પણ તે પ્રસંગમાં વધારે લોકોને સામેલ કરી શકે. આ સાથે અવસર દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરુરી છે.
આથી જ રાજ્યના ગ્રામીણ લોકોએ સાધારણ રીતે અને ખોટો ફાલતું ખર્ચ કર્યા વગર લગ્ન પ્રસંગ કરવાનું વિચાર્યું છે. જેથી કરી કોરોનાથી પણ બચી શકાય અને ફાલતું ખર્ચ ટાળી પૈસા પણ બચાવી શકાય.