ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજથી સમગ્ર ભારતમાં જનતા કરફ્યૂ જાહેર, કોરોનાથી 5ના મોત 315 કેસ પોઝિટિવ - સમગ્ર ભારતમાં જાનતા કર્ફયુ જાહેર

ચીનના વુહાનથી ફાટી નિકળેલો કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વમાં ઝડપથી પ્રસરી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસની ઝપેટમાંથી ભારત પણ બાકાત રહ્યો નથી. કોરોના વાઇરસ જાહેર જગ્યા પર ઝડપથી ફેલાઈ છે. જેથી દેશવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 22 માર્ચ જનતા કર્ફ્યુ જાહેર કર્યુ છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે 5 લોકોના મોત થયા છે. જયારે 315 લોકો અસરગ્રસ્ત છે.

coronavirus
coronavirus

By

Published : Mar 21, 2020, 11:41 AM IST

Updated : Mar 22, 2020, 11:50 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં સતત વધતા કોરોના વાઇરસથી બચવા અને ભારતમાં કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોનાથી બચવા શું તકેદરી રાખવી તે અંગે દેશવાસીઓને સંબોધન કર્યુ હતું.

આવતી કાલે સમગ્ર ભારતમાં જાનતા કર્ફયુ જાહેર

વડાપ્રધાન મોદીએ સમગ્ર ભારતમાં 22 માર્ચ જનતા કરફ્યૂ જાહેર કર્યુ છે. જનતા કરફ્યૂમાં જોડાયેલા દેશવાસીઓનું સાંજે 5 કલાકે તાળી અને થાળી વગાડી સ્વાગત કરવામાં આવશે. કોરોના વાઇરસના કારણે દિલ્હી, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કુલ મળીને 5 લોકોના મોત થયા છે.

કોરોનાથી 5ના મોત દર્દીઓની સંખ્યા 258

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. કેરળમાં 12 નવા કેસ તેમજ મધ્ય પ્રદેશમાં ચાર પોઝિટિવ કેસ બાદ કોરોના વાઈરસના 258 કેસ નોંધાયા છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વિદેશી નાગરીકો છે. કેરળમાં 28 જ્યારે કર્ણાટકમાં બે વિદેશી નાગરીક સહિત 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસના સંક્રમણના આંકડામાં 32 વિદેશી નાગરીક સામેલ છે. જેમાં ઈટલી 17, ફિલિપાઈન્સ 3, બ્રિટન 2, કેનેડા, ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં 1-1 વ્યકિતનો સમાવેશ થાય છે.

Last Updated : Mar 22, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details