ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચંડીગઢ-છત્તીસગઢમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, 167 લોકો ચેપગ્રસ્ત - Coronavirus majorly affected cities

વિશ્વરભરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. ભારતમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ચંડીગઢ અને છત્તીસગઢમાં પણ પહેલો કેસ સામે આવ્યો છે. ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 167 પહોંચી છે.

coronavirus
coronavirus

By

Published : Mar 19, 2020, 10:16 AM IST

Updated : Mar 19, 2020, 7:14 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ચંડીગઢમાં પહેલો કેસ સામે આવ્યો છે. જેમાં 23 વર્ષીય મહિલા સંક્રમિત છે. જે હાલ જ યૂનાઈટેડ કિંગડમથી પરત ફરી હતી. ભારતમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 167 પહોંચી છે. દેશમાં કોરોના વાઈરસના કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે 14 હૉસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈને પરત પણ ફર્યા છે. કોરોના વાઈરસ કારણે દિવસે દિવસે મૃત્યુઆંક વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીન બાદ ઈટાલીમાં કોરોનાનો કાળરૂપી કહેર વર્તાઈ રહ્યો છે. 24 કલાકમાં 475 કેસ અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

ભારત સરકાર કોરોના વાઈરસના વધતાં સંક્રમણને રોકવા માટે પગલા લઈ રહી છે. ત્યારે દેશ એક પછી એક કોરોના વાઈરસના કેસમાં વધારો થતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ચંડીગઢમાં પહેલો કેસ સામે આવ્યો છે. જેથી તંત્રએ 36 દેશમાંથી આવનાર પ્રવાસીઓને પ્રવેશ પર અસ્થાઈ સમય માટે પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત 11 દેશના પ્રવાસીઓને અનિવાર્ય સંજોગો દરમિયાન અલગ રાખવામાં આવી રહ્યાં છે.

ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ, પ્રતિબંધિત દેશોને છોડીને ‘ઓવસીધ સીટીઝન ઑફ ઈન્ડિયા’ (OCI) કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય કમિશન પાસેથી વીઝા લેવા પડશે.

મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 12 માર્ચથી અમલમાં આવેલા આદેશ પ્રમાણે 'ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, એસ્ટોનીયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, હંગરી, આયર્લેન્ડ, ઇટલી, લાતવિયા, લિક્ટેન્સિન, લિથુઆનીયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનીયા, સ્પેન, સ્વીડન,સ્વિટ્ઝર્લૅન્ડ , તુર્કી, અને બ્રિટેનના યાત્રીયોને ભારતમાં લવાશે નહીં.

આ ઉપરાંત 17 માર્ચથી એરલાઈન દ્વારા ફિલીપાઈન્સ મલેશિયા અને અફઘાનિસ્તાનથી આવનાર યાત્રિયો પર પ્રતિબંધ રાખવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ત્રણ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં એક મહિલા સહિત બે લોકોને કોરોના વાઈરસના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં આ વાઈરસથી પીડિત લોકોની સંખ્યા વધીને 45 પહોંચી છે. સંક્રમિત લોકોમાં એક અને પુણેનો વ્યક્તિ સામેલ છે.

આ રાજ્યમાં કોવિડ-19થી અસરગ્રસ્ત કેસની સંખ્યા વધીને 45 પહોંચી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિની મોત થયું છે. તો બીજી તરફ 19 કેસ ફક્ત પુણે જિલ્લામાં નોંધાયા છે. જેથી જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતમાં ક્યાં કેટલા લોકો સંક્રમિત.....

  • મહારાષ્ટ્ર -45
  • કેરળ -27
  • હરિયાણા -17
  • ઉત્તર પ્રદેશ-17
  • કર્ણાટક -13
  • તેલંગણા -13
  • દિલ્હી -10
  • લદ્દાખ -8
  • રાજસ્થાન -4
  • જમ્મુ-કાશ્મીર -3
  • આંધ્ર પ્રદેશ -2
  • ઓડિશા -1
  • પંજાબ -1
  • તમિળનાડુ -1
  • ઉત્તરાખંડ -1
  • પશ્ચિમ બંગાળ -1
  • ચંડીગઢ-1
  • પુડુચેરી 1
  • છત્તીસગઢ 1

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણમાં દિવસે દિવસેના વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રોગને ડામવા ત્વરીત નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દેશમાં પણ લોકો આ રોગચાળા અંગે જાગ્રત કરવા માટે રાજ્યસરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા જાગ્રતિના કાર્યક્રમો તેમજ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યાં છે.

Last Updated : Mar 19, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details