રાયપુર (છત્તીસગઢ): દેશમાં કોરોનાની રહેશત છે, ત્યારે ડૉક્ટર્સ, નર્સ અને પત્રકાર, પોલીસકર્મી, સ્વચ્છતા અને સફાઇ કામદારો રોગચાળાને કાબૂમાં લાવવા મથી રહ્યાં છે. લોકોની સારવારમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. આમ, તો ભલે આ લોકોને આપણે હીરો ગણાવતા હોઈએ પણ આ રિયલ હીરોને પર સમાજના આક્રમણ અને ઉદાસીનતાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છતા કર્મચારીઓ જણાવે છે કે, કોરોના સામેની લડાઇમાં જ્યારે એક ગ્લાસ પાણી માંગે છે, ત્યારે તેઓ સમાજના લોકો તેમનાથી દૂર ભાગે છે.
કોરોનાના લડત આપનારા રિયલ હીરોની આપવીતી...
દેશમાં કોરોનાની દહેશત છે. ત્યારે ડૉક્ટર્સ, નર્સ અને પત્રકાર, પોલીસકર્મી, સ્વચ્છતા અને સફાઇ કામદારો રોગચાળાને કાબૂમાં લાવવા મથી રહ્યાં છે. લોકોની સારવારમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. આમ, તો ભલે આ લોકોને આપણે હીરો ગણાવતા હોઈએ પણ આ રિયલ હીરોને પર સમાજના આક્રમણ અને ઉદાસીનતાનો સામનો કરવો પડી રહ્યો છે.
એટલું જ નહીં ઘણાં ડૉકટર્સ અને નર્સને મકાનમાલિકો દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકાથી તેમના ઘરમાંથી કાંઢી મૂકવામાં આવ્યાં હતા. કોર્પોરેશનના કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં વારંવાર ગટરની સફાઇ કરી પોતાના જીવન જોખમમાં નાખતા હોય છે, પરંતુ આ લોકો માટે જે લડી રહ્યાં છે. એ લોકોથી જ ઘણીવાર આ કામદારોને હાલાકી વેઠવી પડી રહી છે. ક્યાંક અમારી પર પથ્થરમારો થયાં છે. ક્યાંક અમને તૃચ્છ ગણવામાં આવી રહ્યાં છે.
નિગમના કર્મચારીઓએ તેમની મુશ્કેલીઓ જણાવી છે હતી કે, આકરા તાપમાં કલાકો સુધી અથાક મહેનત કર્યા બાદ પણ એક ગ્લાસ પાણી પણ કોઈએ આપ્યું નથી. અમે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને દરેક વોર્ડને સાફ કરી રહ્યાં છે. અમે સંમત છીએ કે આપણે પોતાનું ખાણું અને પાણી લાવવું જોઈએ, પરંતુ જ્યારે અમે પોતાનું કામ પૂર્ણ કરવા માટે જુદા-જુદા વોર્ડમાં જઈએ છીએ ત્યારે અમારી બોટલ કે ટિફિનને કોઈ સાચવતું નથી કે ઘરમાં પણ મૂકતું નથી. અમે અમારા જીવન વિશે વિચાર્યા વિના પણ ગંદકી અને કચરો સાફ કરીએ છીએ, તો પણ લોકો સમજતા નથી.