ન્યૂઝડેસ્ક : નવો કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશવા માટે બીજો રસ્તો પણ છે: તે છે Dpp4 રિસેપ્ટર છે, એક અણુ તાળું જે વાઇરસ કોષ પર આક્રમણ કરવા વાપરે છે. તે માનવના તમામ પ્રકારના કોષોમાં જોવા મળે છે અને તે જ છે જેના પર તેઓ કાર્ય કરે છે. અનેક એન્ટી ડાયાબિટીસ દવાઓ.
આ સૂચવે છે કે આ દવાઓ ઓછામાં ઓછું મધ્યમ કેસોમાં કૉવિડ-૧૯ સામે વાપરી શકાય છે.
આ અવલોકન મિયામી યુનિવર્સિટીના જીયાનલુકા લેકોબેલિસ દ્વારા ડાયાબિટીસ રિસર્ચ એન્ડ ક્લિનિકલ પ્રેક્ટિસમાં પ્રસિદ્ધ થયું છે.
એસ-૨ (Ace-2) રિસેપ્ટર જે માનવના શ્વસન તંત્રના કોષોમાં મુખ્યત્વે જોવા મળે છે અને જેને નવા કોરોના વાઇરસના માનવ શરીરમાં ઘૂસવાના મુખ્ય રસ્તા તરીકે શરૂઆતથી ઓળખી કાઢવામાં આવ્યું છે, શોધ જે SarsCoV-2ને Dpp4 રિસેપ્ટર સાથે જોડે છે તે સૂચવે છે કે "એક અલગ વ્યવસ્થા પમ છે, જે જેને કૉવિડ-૧૯ રોગ મધ્યમ રૂપમાં છે તેમના માટે ચિકિત્સાનો માર્ગ ખોલી શકે છે," તેમ મિયામી યુનિવર્સિટી હૉસ્પિટલમાં ડાયાબિટૉલૉજી સર્વિસના વડા લેકોબેલિસે એએનએસએને કહ્યું હતું.
Dpp4 રિસેપ્ટર તમામ કોષોની સપાટી પર હાજર હોવાનું જાણીતું છે જેમ કે બ્રૉન્કી અને હૃદયના કોષ પર અને રોગપ્રતિકારક અને ઇન્ફ્લેમેટરી સિસ્ટમ સાથે કડી હોવાનું તેમજ તેનું કોરોના વાઇરસ રોગ જે ૨૦૦૨માં દેખાયો હતો જે ૨૦૦૩ સાર્સ તરીકે જાણીતો હતો તેમાં સંડોવણી જાણીતું છે.
હવે પ્રશ્ન એ છે કે કૉવિડ-૧૯ સામે એન્ટી ડાયાબિટીસ દવાઓ કેટલી કારગત નિવડે છે. હજુ કોઈ ચોક્કસ જવાબ નથી કારણકે આ મુદ્દા પર સંશોધન હજુ હમણાં જ શરૂ થયું છે.
પહેલું પગલું આંકડા ભેગા કરવાનું છે અને આ સંદર્ભમાં, લેકોબેલિસ કહે છે, "મિયામી યુનિવર્સિટી ખાતે અમે એ જોવા અવલોકનવાળો અભ્યાસ હમણાં જ શરૂ કર્યો છે કે કૉવિડ-૧૯ના દર્દીઓને ડાયાબિટીસ ચિકિસ્તાવાળી સારવાર કરાઈ હોય તો તેમનો અલગ કૉર્સ છે કે કેમ."