ભોપાલ: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં, તેની તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે તેની પરીક્ષણ કીટ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભોપાલમાં કોરોના વાઇરસ ટેસ્ટ કીટ બનાવવામાં આવશે, ICMRએ આપી મંજૂરી - કોરોના ટેસ્ટ કીટ ન્યુઝ
ભોપાલમાં કોરોના વાયરસના પરીક્ષણ માટેની કિટ બનાવવામાં આવી છે, જેને ICMRએ મંજૂરી આપી છે. હવે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ એન્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ, એક અઠવાડિયામાં કીટ બનાવવાનું કામ ઝડપથી શરૂ થઈ જશે. જુઓ વિગતવાર...
corona kit
ત્યારે ભોપાલના ગોવિંદપુરામાં આવેલી કિલપેસ્ટ કંપનીએ કોરોના પરીક્ષણ માટે કીટ તૈયાર કરી છે, જેને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) તરફથી માન્યતા મળી છે. હવે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ એન્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ, એક અઠવાડિયામાં કીટ બનાવવાનું કામ શરૂ થઈ જશે.
આ એક કિટથી 100 સેમપ્લ એકસાથે ટેસ્ટ કરી શકાશે જ્યારે આ ટેસ્ટ કરતા અંદાજે અઢી કલાકનો સમય લાગશે જે ખૂબ જ ઓછો છે.