ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં 2,872 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 90,927 થઈ - Ministry of Health

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણથી મોતની સંખ્યા 2,872 પર પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 90,927 થઇ ગઈ છે.

Covid-19
કોવિડ-19

By

Published : May 17, 2020, 11:14 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી મોતની સંખ્યા શનિવારના રોજ 2,872 થઇ ગઇ છે. તેમજ સંક્રંમિતોની સંખ્યા 90,927 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 103 લોકોના સંક્રમણથી મોત થયાં છે. જ્યારે 3,970 કેસ નવા આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 53,946 લોકોની સારવાર ચાલુ છે. જો કે, 34,109 લોકો સ્વસ્થ થયાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યારસુધીમાં લગભગ 35.08 ટકા દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે. જેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.

શુક્રવારના સવારથી લઇને અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયાં છે. જેમાં 49 લોકો મહારાષ્ટ્રમાં, 20 લોકો ગુજરાતમાં, 10 પ્રશ્વિમ બંગાળમાં, 8 લોકો દિલ્હીમાં, 7 ઉતર પ્રદેશમાં ,5 લોકો તમિલનાડુમાં, 2 લોકો મધ્યપ્રદેશમાં, તેમજ કર્ણાટકમાં અને હિમાચલ પ્રદેશમાં 1 વ્યકિતનું મોત થયું છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,752 લોકોના સંક્રમણથી મોત થયાં છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 1,068 લોકોના મોત થયાં છે. ત્યારબાદ ગુજરાતમાં 606, મધ્યપ્રદેશમાં 239, પ્રશ્વિમ બંગાળમાં 225 રાજસ્થાનમાં 128, દિલ્હીમાં 123, ઉતર પ્રદેશમાં 95, તમિલનાડુમાં 71 અને આંધપ્રદેશમાં 48 લોકોના મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details