ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના કાળ: દેશમાં નવા 58 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાયા, 508 લોકોના મોત

કાળ બની આવેલો કોરોના હવે ધીમે ધીમે ઘટી રહ્યો હોય તેવું સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર લાગી રહ્યું છે. દેશમાં કોરોનાના નવા 58 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાયા છે, જ્યારે 508 લોકોના મોત થયા છે.

corona news
corona news

By

Published : Oct 28, 2020, 11:08 AM IST

નવી દિલ્હીઃ છેલ્લા સાત- આઠ મહિનાથી આખો દેશ કોરોના સામે મજબુત રીતે લડી રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં આજે 6 લાખ 10 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. જયારે અત્યાર સુધીમાં 72 લાખ 59 હજાર 509 લોકો કોરોનાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર કોવિડ-19ના 58439 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 79,90,322 પર પહોંચી છે.

508 લોકોના મોત

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે મજબુતાઈથી લડી રહ્યું છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર કોવિડ-19ના 58439 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 79,90,322 પર પહોંચી છે. તો બીજી બાજુ કોરોનાને કારણે 508 લોકોના મોત થયા છે. દેશમાં કુલ મૃતકોની સંખ્યા 1,20,010 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોમાંથી 70 ટકા કરતા વધારે લોકો અન્ય બિમારીથી પણ ઝઝુમી રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details