નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19ના રેકોર્ડ બ્રેક 62,064 નવા કેસ સાથે આવતા કુલ કેસની સંખ્યા 22 લાખને પાર થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1007 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક મહામારીથી બહાર નીકળ્યા પછી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 15,35,744 થઈ ગઈ છે.
ભારતમાં કોરોનાઃ 24 કલાકમાં 62,064 નવા કેસ, પ્રથમ વખત 1 હજાર કરતા વધુના મોત - covid-19 india update
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના રેકોર્ડ બ્રેક કેસ નોધાયા છે. આજે નવા 62,064 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ સંક્રમણની સંખ્યા 22 લાખને પાર થઇ છે, જ્યારે પ્રથમ વખત 1000 કરતા વધુ મૃત્યુ થયા છે.
ndia corona update cases
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અનુસાર, શનિવારના રોજ 7,19,364 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,41,06,535 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક અને ICMRના મીડિયા કોઓર્ડિનેટર લોકેશ શર્માએ કહ્યું કે, ભારતમાં દર મિનિટે કોવિડ-19ના 500 જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે અને પરીક્ષણની ક્ષમતા દરરોજ પાંચ લાખથી વધુ થઈ ગઈ છે."