હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી 26,273 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 10 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 34,884 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 671 લોકોના મોત થયા છે. દેશભરમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે. જેમાંથી 3.58 લાખ કરતાં પણ વધારે કેસ એક્ટિવ છે. જ્યારે 6.53 લાખ 751 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાને લીધે 26,273 લોકોના મોત થયાં છે.