નવી દિલ્હી: કોરોનાના કારણે દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનનો પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કુલ 18 હજાર 601 પહોંચી ગઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4666
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4666 છે. જેમાં 232 લોકોના મોત થયાં છે.
પંજાબમાં કોરોનાના 5 નવા કેસ
પંજાબના મુખ્ય સચિવ કેબીએસ સિદ્ધુ જણાવ્યું કે, પટિયાલાના રાજપુરામાં પાંચ નવા કેસ સામે આવ્યા છે.
નાગપુરમાં કોરોનાના નવા 7 કેસ
મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના સંક્રમણના 7 કેસ નવા આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 88 થઇ ગઇ છે.
રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના કુલ નવા 52 કેસ
રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 52 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1628 થઇ ગઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 472 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 472 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4676 થઇ ગઇ છે.
દિલ્હીમાં કોરોનાના 78 નવા કેસ