નવી દિલ્હી: ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 93,337 કેસ નોંધાયા છે અને 1,247 લોકોનાં મોત થયા છે.
ગત 24 કલાકના આંકડાઓ સામે આવ્યા પછી, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો વધીને 53,08,015 થયા છે, જેમાંથી 42,08,432 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.
છેલ્લા આંકડા મુજબ, દેશમાં કોરોનાના 10,13,964 સક્રિય કેસ છે, જ્યારે આ જીવલેણ સંક્રમણથી દેશમાં મૃત્યુઆંક વધીને 85,619 પર પહોંચી ગયો છે. આ ડેટા આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
એક દિવસમાં થયેલા મૃત્યુનો આંક
એક દિવસમાં દેશમાં 1,247 સંક્રમિત લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 440 દર્દીઓ, કર્ણાટકમાં 179, ઉત્તર પ્રદેશમાં 98, આંધ્ર પ્રદેશમાં 67-67 અને તામિલનાડુમાં, 62 પંજાબમાં 59 પશ્ચિમ બંગાળમાં, 31 પુડુચેરીમાં અને 30 દર્દીઓની મોત દિલ્હીમાં થયા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સંક્રમણને કારણે મૃત્યુ પામનારા લોકોમાંથી 70 ટકા લોકો અન્ય રોગોથી પણ પીડિત છે.
એક દિવસમાં રેકોર્ડ 95,880 લોકોએ કોરોનાને માત આપી
દેશમાં એક દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 93,337 કેસ નોંધાયા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન વધુ લોકો સંક્રમણ મુક્ત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 95,880 લોકો સક્રમણ મુક્ત થયા છે. તે જ સમયગાળા દરમિયાન કોરોના વાઇરસના સંક્રમણના 93,337 નવા કેસ નોંધાયા હતા.
સાજા થવા વાળા લોકોનો દર વધીને 79.28 ટકા થયો છે. તે જ સમયે, કોવિડ -19 ને કારણે મૃત્યુ દર ઘટીને 1.61 ટકા પર આવી ગયો છે.
મંત્રાલયના આંકડા મુજબ, હાલમાં કોવિડ -19 ના 10,13,964 દર્દીઓ દેશમાં સારવાર લઈ રહ્યા છે. જે સંક્રમણના કુલ કેસોના 19.10 ટકા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં 7 ઓગસ્ટે કોવિડ -19 દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ હતી. જ્યારે 23 ઓગસ્ટે કોરોના વાઇરસના ઇન્ફેક્શનની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. 5 સપ્ટેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 લાખ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, 16 સપ્ટેમ્બરે, દેશમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે.
રાજસ્થાનમાં 813 નવા કેસ, સાતના મોત
રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 813 કેસ નોંધાયા છે અને સાત લોકોનાં મોત નીપજ્યાં છે. કેસની કુલ સંખ્યા વધીને 1,12,103 થઈ ગઈ છે. 92,303 લોકો સ્વસ્થ થયા છે અને 1,315 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં 18,485 એકટિવ કેસ છે.
એક દિવસમાં 8.81 લાખથી વધુ પરીક્ષણ કરાયા
કોરોના મહામારી વચ્ચે એક દિવસ (19 સપ્ટેમ્બર) માં, 8,81,911 લોકોનું કોવિડ -19 નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ 19 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં કુલ 6,24,54,254 લોકોની તપાસ કરવામાં આવી હતી.