ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોરોના અપડેટ: 24 કલાકમાં 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 6 લોકોના મોત - પોઝિટિવ કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાઈરસના 438 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.

Corona update
દિલ્હી કોરોના અપડેટ

By

Published : May 16, 2020, 3:21 PM IST

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાઈરસના 438 નવા કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાંં કોરોના વાઈરસે દિલ્હીમાં 6 લોકોનો ભોગ લીધો છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મોત નિપજ્યા છે.

કુલ 5,278 પોઝિટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાઈરસથી સંક્રમિત 408 લોકો સ્વસ્થ થયા છે. અને જેની સાથે દિલ્હીમાં કોરોના વાઈરસ મુક્ત થનારા(સ્વસ્થ) લોકોની સંખ્યા વધીને 3,926 થઈ ગઈ છે. સ્વસ્થ થયેલા લોકો અને મૃત લોકોની સંખ્યાને બાદ કરતા દિલ્હીમાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5,278 છે.

ઉલ્લેખનીય છે કે, રાજધાનીમાં કોરોના વાઈરસના મોટાભાગના દર્દીઓની ઉમર 50 વર્ષથી ઓછી છે.

ABOUT THE AUTHOR

...view details